ધોરાજીમાં શ્રી કૃષ્ણ ગૌશાળા, કે.ઓ શાહ કોલેજ તેમજ બાબા એન્ટરપ્રાઈઝના સહયોગથી શિયાળાની ઋતુમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
17-Dec-2022
અહેવાલ - રશમીનભાઈ ગાંધી - ધોરાજી
ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં શ્રી કૃષ્ણ ગૌશાળા, કે.ઓ શાહ કોલેજ તેમજ બાબા એન્ટરપ્રાઈઝ એમ ત્રણેયના સહયોગથી શિયાળાની ઋતુમાં ધોરાજીના લોકોની તકેદારી રાખવા માટે આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉકાળો ધોરાજીની કે.ઓ શાહ કોલેજના પ્રિન્સિપાલ બાલધા સાહેબની આગેવાની હેઠળ અનેક પ્રકારની આયુર્વેદિક ઔષધીઓનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. આ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધી દરરોજ રાત્રીના ૯:૦૦થી ૧૧:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ધોરાજીના લોકો શિયાળાની ઋતુમાં આ આયુર્વેદિક ઉકાળાની મજા માણીને ત્રણેયની સેવાઓને બિરદાવી રહ્યા છે.
Author : Gujaratenews
20-Aug-2024