સુરતમાં યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ 32મી નિઃશુલ્ક વડીલ વંદનાયાત્રા

20-Sep-2023

SURAT: યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વડીલ યાત્રા તારીખ :- 19/09/2023ને મંગળવારના રોજ 60 જેટલાં વડીલોને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી.

સિદ્ધકુટિર મંદીરથી યાત્રા પ્રસ્થાન

યુવા અવસ્થાથી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલોને યાત્રા કરાવવા હેતુ સવારે 08:00 કલાકે સિદ્ધકુટિર મંદીરથી યાત્રા પ્રસ્થાન થઈ હતી.યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી,વિપુલ નસીત,જયેશ ધામેલીયા સુરેશ ધામેલીયા,નરેશ વઘાસીયા,હરેશ દુધાત,અરવિંદ લાઠીયા,નિલેશ રાદડિયાના સથવારે યાત્રા સવારે મહાપ્રભુજીની બેઠક, ઘલુડી મંદીર, ગાય પગલાં પૌરાણિક મંદીર સ્થિત જમણવાર બાદ બપોર પછી પરીવાર સેમિનાર દરમ્યાનમાં ભારતના સીમાડે 21 વર્ષ સુધી સૈનિક સેવા આપનાર કર્નલ રાજીવ ભારવાન યાત્રાના મુખ્ય મહેમાન બનીને વડીલો સાથે સંવાદ કર્યો હતો.

વડીલ સેવાના કાર્યો બદલ સંસ્થાના યુવાનોને બિરદાવ્યા

ત્યારબાદ ગર્લતેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને સાંજે માનવ સેવા આશ્રમની મુલાકાત કરીને રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી,
તેમજ યાત્રામાં યુવા સંસ્કૃતિ પરીવારના મનીષ વઘાસીયા, હાર્દિક ચાંચડ, નરેશ કેવડિયા, જીગ્નેશ ઢોલા, યોગી આઈસ્ક્રીમથી આઈસ્ક્રીમના સ્પોન્સર હરેશ ઢોલા અને દિલીપ કાકડિયા સોશ્યિલ આર્મી ગ્રુપના વિશાલ બેલડિયા અને સામાજિક આગેવાન વિપુલભાઈ બુહા સહીતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા,
તેમજ યાત્રાનું સંપૂર્ણ સૌજન્ય :- સરથાણા જકાતનાકા ખાતેના ગજેરા ઈમ્પ્લાન્ટ એન્ડ ડેન્ટલ કેરના ડૉ. સુજીત ભાઈ ગજેરા દ્વારા આપવામાં આવ્યું હતું,દાતા ડૉ.સુજીતભાઈ ગજેરાની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા.

Author : Gujaratenews