સાબરડેરીના શામળાજી શિતકેન્દ્રમાં દીર્ઘકાલીન સેવાઓ બાદ નિવૃત્ત થતાં કર્મચારીનો વિદાય સન્માન સમારોહ યોજાયો
27-Nov-2023
અરવલ્લી :શામળાજીમાં ગાયત્રી માતાજી મંદિર હોલ ખાતે સાબરકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સંચાલિત શીત કેન્દ્ર,શમાળાજી ખાતે ફરજ બજાવતા કર્મચારી મહેન્દ્ર પ્રસાદ હરિભાઈ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.
સમારોહ ભિલોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પી.સી બરંડના પ્રમુખપદે યોજાયો
જેમાં ,સાબરડેરીના ડિરેકટર અને ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ,બાયડના પૂર્વ ધારાસભ્ય અને ડેરીના વર્તમાન ડિરેક્ટરે જશુભાઈ પટેલ, સાબરડેરી ભીલોડા વિભાગના ડિરેક્ટર જેશીંગભાઈ પટેલ અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ,ભાજપના અગ્રણી અને માલપુર લેઉઆ પટેલ સમાજના આગેવાન મહેશભાઈ.ડી પટેલ, સાબરડેરીના પૂર્વ ડિરેક્ટર અને અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી હસમુખભાઈ પટેલ,સાબરડેરીના પ્રોડકશન મેનેજર એચ.કે.પટેલ,કે.કે.જૈન, ડી.જે.જોશી,અરવલ્લી જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમાર,સંત શ્રી મોહનબાપા આશ્રમના ગાદીપતી સંતશ્રી લક્ષ્મણ રામ બાવજીએ આશીર્વચન પાઠવ્યા હતા
જ્યારે શામળાજી શીતકેન્દ્રના ઇન્ચાર્જ મહેન્દ્ર ભાઈ પટેલ, એમ.પી. ઓ ઇન્ચાર્જ હેમંત પટેલ, વેટરનરી ઇન્ચાર્જ એસ.જી.પટેલ. બાયડ એમ પી ઓ ઇન્ચાર્જ હરેશભાઈ પટેલ અરવલ્લી જીલ્લાના પત્રકારો,શીત કેન્દ્રના કર્મચારી મિત્રો, પરિવારજનો,સ્નેહીજનો સહિત મહાનુભાવોએ મહેન્દ્રભાઈ પટેલની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવી હતી અને સાથી કર્મચારીઓ દ્વારા એમને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું
20-Aug-2024