ભાવિના પટેલ : સેમિફાઇનલમાં જીત બાદ ફાઇનલમાં પ્રવેશ, પોલિયો સામે ગુજરાતી યુવતીની રમવાની જીદની કહાણી
28-Aug-2021
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગુજરાતનાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન થકી ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો છે, તેઓ ગોલ્ડ મેડલ માટે હવે ફાઇનલ મૅચ રમશે.
ભાવિનાએ ક્વાર્ટર ફાઇનલ મૅચમાં સર્બિયાના બોરિસ્લાવા પેરિકને 3-0થી હરાવ્યાં હતાં, જે બાદ સેમિફાઇનલ મૅચમાં ચીનનાં એમ. ઝેંગને ભાવિનાએ 3-2થી પરાસ્ત કર્યાં હતાં.
હવે ફાઇનલ મૅચમાં તેઓ ચીનનાં જ વાય. ઝોઉ સામે ગોલ્ડ મેડલ માટે રમશે.
Author : Gujaratenews



15-Jan-2026