સુરતમા યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ 24મી વડીલ વંદના યાત્રા

26-Jun-2023

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થતી વડીલ યાત્રા  25.06.2023ને રવિવારના રોજ 60 જેટલાં વડીલોને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી.

વડીલોને યાત્રા કરાવા હેતુ સવારે 08:00 કલાકે યાત્રા ગઢપુર ટાઉનશીપથી પ્રસ્થાન થઈ

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી,ભાવેશ કાકડિયા,રજની સેંજળીયા, ભૌતિક બુટાણી, પરેશ ધામેલીયા, જયેશ ધામેલીયા હિતેશ વેકરીયા, વિપુલ નસીતના સથવારે યાત્રા સવારે મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રુસ્તમબાગ મંદીર,સંત કબીર,ગર્લતેશ્વર મંદિર, 12 જ્યોતિલિંગ દર્શન કરીને સંત કબીર આશ્રમ સ્થિત જમણવાર બાદ બપોર પછી વડીલો સાથે પારિવારિક સંવેદના મોટીવેશન કાર્યક્રમ અને ત્યાર બાદ  અને સાકરી મંદિરે દર્શન કરી રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી,અને યાત્રાનું સંપૂર્ણ સૌજન્ય ઈવેજ ઈન્ટરનેશનલ પ્રા.લી,ના ચેરમેન સતિષભાઈ હિરપરા, દ્વારા આપવામાં આવ્યું હતું,યાત્રામાં દરમ્યાન કોર્પોરેટર નરેશભાઈ ધામેલીયા પણ મહેમાન તરીકે વડીલોની મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા.

Author : Gujaratenews