અમદાવાદમાં કોરોના કેસમાં વધારો: એક દિવસે 20 નવા કેસ, કુલ 31 એક્ટિવ, સામાન્ય લક્ષણો સાથે દર્દીઓ દાખલ
23-May-2025
ગુજરાતમાં ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ વધવા લાગ્યું છે. અમદાવાદમાં ગુરુવારે એક જ દિવસે કોરોના વાયરસના 20 નવા કેસ નોંધાયા છે, જેના પગલે શહેરમાં કુલ 31 એક્ટિવ કેસની સંખ્યા પહોંચી ગઈ છે. દર્દીઓમાં તાવ, કફ અને શરદી જેવી સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો: એક જ દિવસે 20 નવા કેસ, રાજ્યભરમાં સુરક્ષાનું એલર્ટ
ગઈકાલે અમદાવાદમાં નોંધાયેલા 5 કેસોની સાથે શહેરમાં કોરોના સક્રિય બન્યો છે. નવા કેસોમાં એક 84 વર્ષીય વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 20 વર્ષીય યુવતીને શ્વાસ લેવામાં તકલીફના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી છે. બાકીના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.
અંદાજે 40 કેસ મે મહિનામાં નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી હાલ 33 કેસ સક્રિય છે. શહેરના SVP, શારદાબેન અને એલ.જી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ફરી સક્રિય કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ અને 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક સહિતની તત્કાલ જરૂરિયાત માટેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.
અન્ય જિલ્લાઓમાં પણ કેસ: રાજકોટ અને મહેસાણામાં નવા દર્દીઓ મળ્યા
રાજકોટના ન્યૂ ઓમનગર વિસ્તારમાં 43 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તે હોમ આઇસોલેશનમાં છે. મહેસાણાના કડી તાલુકામાં પણ બીજો કેસ નોંધાયો છે. કલ્યાણપુરા રોડના યુવકમાં તાવ અને શરદીના લક્ષણો જોવા મળતાં, ટેસ્ટમાં પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગની તાત્કાલિક કાર્યવાહી
કડી અને અન્ય વિસ્તારમાં આવેલા કેસો અંગે આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી કરી છે. દર્દી અને પરિવારજનોની તબિયત હાલ સ્થિર છે. તાલુકા હેલ્થ ટીમે દરેક વિસ્તારમાં તપાસ શરૂ કરી છે અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
તંત્ર એલર્ટ, હોસ્પિટલોમાં તૈયારી સંપૂર્ણ
ગુજરાત આરોગ્ય વિભાગે તમામ નગરોમાં કોરોનાની સંભવિત વધારાની અસરને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તૈયારી શરૂ કરી છે. મોટા શહેરોની સિવિલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે.
અહીંથી સાવચેતી જરૂરી
સ્વાસ્થ્ય તંત્ર દ્વારા જાહેરને માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા અને કોરોના સંબંધી કોઇપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે. લોકોથી કોરોનાની સ્થિતિ ગંભીર ન બને એ માટે સહકાર આપવાની વિનંતી કરવામાં આવી છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025