સંકુલ ધાર્મિકતા સાથે આરોગ્ય તેમજ સામાજીક ગતિવિધિઓનું કેન્દ્ર બનશે ખોડલ ધામ ટ્રસ્ટ, 100 વિઘા જમીન વિસ્તારમાં શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ ઉભી કરશે
22-Mar-2023
અમદાવાદ : લેઉવા પાટીદાર સમાજ ના તીર્થધામ ખોડલધામ કાગવડ દ્વારા અમદાવાદમાં લગભગ 100 વિઘા વિશાળ જગ્યા માં ભવ્ય સંકુલ ઉભું કરશે અમદાવાદ અને ગાંધીનગર ની વચ્ચે જમીન નક્કી કર્યા બાદ જરૂરિયાત તમામ મંજૂરી સરકાર માંથી મેળવી દિવાળી સુધી માં ભૂમિ પૂજન કરવા ની નેમ સાથે બે વર્ષ માં સંકુલ નું કામ પૂર્ણ કરી દેવામાં આવશે સંકુલ માં લેઉવા પાટીદાર સમાજ ની કુળદેવી ખોડિયાર માતાજી તેમજ અન્નપૂર્ણા માતાજી આશાપુરા માતાજી સહિત ની મૂર્તિઓ સહિત મન્દિર પણ નિર્માણ કરવામાં આવનાર છે આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ માટે આઈ એ એસ -આઈ પી એસ -આઈ આઈ આર એસ -આઈ એફ એસ તેમજ જી પી એસ સી સી એ સહિત ના કોર્ષ ના લગતા તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે નું પણ આયોજન કરાશે અને ભવ્ય મલ્ટી હોસ્પિટલ ની સુવિધાઓ અને સામાજીક ગતિવિધિઓ નું કેન્દ્ર પણ ઉભી કરાશે આમ ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું
નરેશભાઈ એ વધુ માં જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટ દ્વારા સામાજીક જવાબદારીઓ ના ભાગ રૂપે પાટણ અમદાવાદ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર અથવા સુરત ખાતે ભવ્ય સંકુલ ઉભું કરાશે રાજકોટ થી 20 કિલોમીટર દૂર 58 એકર જમીન જગ્યા અને પાટણ ખાતે ની જગ્યાઓ ફાઇનલ કરી દેવામાં આવી છે જ્યારે અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જગ્યા ફાઈનલ કરી ભવન નિર્માણ કામ તેજ ગતિ થી કરવામાં આવશે જેમાં સૌથી મોટું સ્કૂલ અમદાવાદ ખાતે 100 વિઘા જમીન વિસ્તારમાં ભવ્ય ભવન નિર્માણ તૈયાર કરવામાં આવશે
ભવન ની સેવાઓ નો લાભ સર્વ સમાજના જનતા ને પણ મળશે
શહેરમાં ખોડલધામ સંકુલ નિર્માણ માટે તાજેતરમાં ખોડલધામ ના ટ્રસ્ટીઓ સાથે અમદાવાદ ના અને ગાંધીનગર ના કન્વીનરો તેમજ લેઉવા પાટીદાર સમાજ ના અન્ય અગ્રણીઓ બેઠક યોજાઇ હતી જેમાં અધ્યક્ષ સ્થાને નરેશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે શિક્ષણ અને આરોગ્ય પર કોઈ એક વ્યક્તિ કે સમાજ અધિકાર નથી તમામ લોકો ને તેનો લાભ મળવો જોઈએ તેથી ટ્રસ્ટ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં તૈયાર થતા ચારેય ખોડલધામ સંકુલ માં ઉપલબ્ધ થનાર શિક્ષણ અને આરોગ્ય ની સેવાઓ નો લાભ ફક્ત લેઉવા પાટીદાર સમાજ પૂરતો મર્યાદિત નહિ રાખતા સર્વ સમાજ ના લોકો માટે પણ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
આ બેઠક માં ખોડલધામ ના પ્રણેતા નરેશભાઇ પટેલ , ગુજરાત પ્રદેશના સહકરીતા સેલના અધ્યક્ષ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન અને ચેરમેન શ્રી H R Department સેન્ટ્રલ વેર હાઉસીગ કોર્પોરેશન ન્યુ દિલ્હી ના બીપીનભાઈ પટેલ અને અનાર બેન પટેલ, સહિત ના સમાજ ના અનેક આગેવાનો હાજર રહ્યા હતા
20-Aug-2024