Maruti Suzuki વેગનઆર ઈલેક્ટ્રિક માર્કેટમાં આવતા જ લગાવી દેશે આગ, બધાની હવા થઈ જશે ટાઈટ!

15-Dec-2021

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ઈન્ડિયા લાંબા સમયથી ઈલેક્ટ્રિક ગાડી લોન્ચ કરવાનું ટાળી રહી છે. પરંતુ હવે કંપનીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. મારુતિ સુઝુકીએ પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર 2024માં લોન્ચ કરવાનો પ્લાન કર્યો છે. કંપનીની તરફથી પહેલી EV ગ્રાહકોની પસંદગીની કાર વેગનઆર ઈલેક્ટ્રિક હશે. તે પછી કંપન 2026 સુધી પોતાની ઈલેક્ટ્રિક પોર્ટફોલિયોમાં કારની સંખ્યા વધશે. મારુતિએ 2018માં EV પ્લાનની ઘોષણા કરી હતી. અને 2020માં પહેલી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની વાત કરી હતી. પરંતુ ઘણા પડકારોના કારણે કંપનીને આ કાર માટે મોડું થઈ ગયું. આ કારમાં મહામારીથી લઈને ચાર્જિંગ ઈનફ્રાસ્ટ્રક્ચર અને બેટરી પણ સામેલ છે. 

10-12 લાખ રૂપિયાના બજેટમાં ખરીદી શકાશે-

Tata Motors અને Hyundai India સિવાય MG Motor Indiaનું માનવું છે કે 2026-2028 સુધી દેશમાં ચાર્જિંગ પર્યાપ્ત વ્યવસ્થા ઉપલબ્ધ થશે. મારુતિ સુઝુકી પણ પણ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને ટક્કર આપવા માટે બજારમાં ઉતરશે. કંપનીએ સસ્તી બેટરી ટેક્નોલોજી માટે તોશિબા અને ડેન્સો સાથે ભાગીદારી કરી છે, જેમાં બેટરી માત્ર કાર માટે જ નહીં બનાવવામાં આવે પરંતુ અન્ય કંપનીઓને પણ સપ્લાય કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોના બજેટમાં આવતી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાનો છે. જે સસ્તી હશે અને ગ્રાહકો તેને લગભગ 10-12 લાખ રૂપિયાના બજેટમાં ખરીદી શકશે.

 

EV બજારમાં ઝડપથી આવવાની સંભાવના-

જો મારુતિ સુઝુકી આ કારને 2024 સુધીમાં લૉન્ચ કરે તો તે ખૂબ જ યોગ્ય સમય સાબિત થઈ શકે છે. કારણ કે, હાલના માહોલને જોતા, આ સમય સુધીમાં EV માર્કેટ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. ઉદ્યોગના અહેવાલો અનુસાર, સપ્ટેમ્બર સુધી 2,900 સાર્વજનિક EV ચાર્જિંગ પોઈન્ટની ગણતરી કરવામાં આવી છે અને 2025 સુધીમાં આ સંખ્યા 79,000 સુધી પહોંચવા માટે નીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે.

વેન્યૂ ઈલેક્ટ્રિક પર કામ કરી રહી છે હ્યુન્ડાઈ-

આ સિવાય ઈલેક્ટ્રિક કારનું વેચાણ પણ 2028 સુધીમાં વધીને 1.75 લાખ થવાનો અંદાજ છે. જે ગયા વર્ષે 6,000 યુનિટ હતું. ટાટા મોટર્સ, જે પહેલેથી જ ઈલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં છે. તે બજારમાં Nexon EV અને Tigor EV વેચી રહી છે. જ્યારે Hyundai હાલમાં તેની Kona Electric સાથે જોડાયેલી છે અને અહેવાલો અનુસાર Venue Electric પર કામ કરી રહી છે. છેલ્લે, MG મોટર ઇન્ડિયા પણ ZS EV સાથે ભારતમાં તેની હાજરી અનુભવી રહી છે.

Author : Gujaratenews