અમદાવાદ: માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આવતીકાલ (સોમવાર)થી ૧૪ જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની
પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવાશે.
Author : Gujaratenews
20-Aug-2024