IND vs ENG: ઓવલમાં ભારતની ઐતિહાસિક જીત, ટીમ ઇન્ડીયાએ 157 રને ભવ્ય જીત મેળવી, સિરીઝમાં ભારત 2-1 થી આગળ
06-Sep-2021
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન (Oval Test) માં રમાઇ હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરીને જબરદસ્ત જીત મેળવી હતી. ભારતીય ટીમે (Team India) બીજા દાવની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયાએ અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ છે.
ઇંગ્લેન્ડની ટીમ 210 રન કરીને જ સમેટાઇ ગઇ હતી. આમ ઇંગ્લેન્ડ 340 રન થી વધુ ના સ્કોરને ચેઝ કરવામાં સફળ નથી રહી શકતી એ વાતને ફરી એકવાર સાબિત કરી હતી. ઇંગ્લેન્ડની ટીમને ભારતે 157 રન થી જબરદસ્ત હાર આપી હતી. ભારતીય બોલરોએ ટીમ વર્ક ની તાકાત દર્શાવતી રમત દર્શાવીને ઇંગ્લેન્ડને હાર ના પરીણામ પર લાવી દીધુ હતુ.
ભારતે ઇંગ્લેન્ડ સામે 386 રનનો પડકાર રાખ્યો હતો. જેને ચેઝ કરવા માટે ચોથા દિવસની શરુઆત ઇંગ્લેન્ડે વિના વિકેટે 77 રન થી કરી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમિદ બંને એ ઇંગ્લેન્ડને સારી શરુઆત આપી હતી. આમ એક રીતે શરુઆત ભારત માટે મુશ્કેલીઓ ભરી લાગી રહી હતી. પરંતુ એક બાદ એક ભારતે બીજા સેશનમાં વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. જાડેજા, શાર્દૂલ અને યાદવે ઇંગ્લીશ ખેલાડીઓને પરત પેવેલિયન મોકલ્યા હતા.
એન્ડરસનની વિકેટ સાથે હાર લખાઇ ગઇ
રોરી બર્ન્સ અને હસીબ હમિદે 100 રનની પાર્ટનશીપ કરી હતી. રોરી બર્ન્સના રુપમાં ભારતને શાર્દૂલ ઠાકુરે સફળતા અપાવી હતી. બર્ન્સે 125 બોલમાં 50 રન કર્યા હતા. બીજી વિકેટના રુપે ડેવિડ મલાન આઉટ થયો હતો. રન લેવાની ઉતાવળમાં મલાન રન આઉટ થતા 5 રન કરીને પરત ફર્યો હતો. તેણે 33 બોલનો સામનો કર્યો હતો. હસીબ હમિદ 63 રન કરીને ત્રીજી વિકેટના રુપે આઉટ થયો હતો. ઉમેશ યાદવે જેમ્સ એન્ડરસને તેના 2 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરતા જ ઇંગ્લેન્ડની ઇનીંગ સમેટાઇ જવા સાથે ટીમની હાર લખાઇ ગઇ હતી.
રુટ,પોપ, બેયરિસ્ટો ‘બોલ્ડ’
ઓલી પોપ માત્ર 2 રન કરીને બુમરાહના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. જોની બેયરિસ્ટો 4 શૂન્ય પર ક્લીન બોલ્ડ થયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી પણ તેની પાછળ જાડેજાનો શિકાર થતા આઉટ થયો હતો. તે શૂન્ય પર પરત ફર્યો હતો. કેપ્ટન જો રુટના દિવસના અંત સુધી મેચને લઇ જવાના પ્રયાસ દરમ્યાન ઠાકુરનો શિકાર થયો હતો. શાર્દૂલ ઠાકુરે તેને શાનદાર ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે 78 બોલમાં 36 રન કર્યા હતા. ક્રિસ વોક્સ18 રન કરીને ટી બ્રેક પહેલા જ કેચ આઉટ થયો હતો. તે 47 બોલનો સામનો કરી વિકેટ પર રહેવા પ્રયાસ કર્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024