અમદાવાદમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. બે મહિલા અને 5 પુરૂષ કોરોનાથી સંક્રમિત થયા છે તેમજ 2 વર્ષની બાળકીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
બોપલ, નવરંગપુરા, ગોતા, વટવામાં કેસ નોંધાયો
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. બે મહિલા અને 5 પુરૂષ કોરોનાથી સંક્રમિત થયા છે તેમજ 2 વર્ષની બાળકીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. બોપલ, નવરંગપુરા, ગોતા, વટવામાં કેસ નોંધાયા છે.
તમામ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા
નારોલ, દાણીલીમડા, બહેરામપુરામાં કોરોના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, તમામ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. કોરોનાએ દેશ સહિત વિદેશમાં પણ ફૂંફાડો માર્યો છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છે. કોરોનાનો JN.1 વેરિઅન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે. જ્યારે આજે અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા છે.
રાજ્યવાર કેટલા કેસ નોંધાયા
▪ કેરળ – 69 કેસ (સક્રિય: 95)
▪ મહારાષ્ટ્ર – 44
▪ તમિલનાડુ – 34
▪ કર્ણાટક – 8
▪ દિલ્હી – 3
▪ હરિયાણા, રાજસ્થાન, સિક્કિમ – દરેકમાં 1- 1
કોરોનાના લક્ષણો શું છે?
તાવ
સતત ઉધરસ
ઝડપથી થાકી જવું
બંધ નાક
વહેતું નાક
ઝાડા
માથાનો દુખાવો
30-May-2025